હડમતિયાના આગેવાન નાનજીભાઈ કામરીયાનો આજે જન્મદિવસ

- text


હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના ખેડુતપુત્રને ત્યાં જન્મેલા નાનજીભાઈ કામરીયાના આજે તેમના જીવનનાં ૬૦ વર્ષ પુર્ણ થયા છે. નાનજીભાઈ કામરીયાઅે કુરુક્ષેત્રમાં અેંન્જીનિયરની ડીગ્રી પ્રાપ્ત કરી હાલ રાજકોટમાં “ફોનિક્સ પ્રોજેક્ટ પ્રા.લી.” નામની અોફિસના મેનેજીંગ ડિરેક્ટર છે તેઅો ડબ્બલ “A” ગ્રેડની સોલ્વંસી ધરાવતા હોવાથી ભારતભરના મોટા કોંન્ટ્રાકટ રાખે છે. તેમને ૧૯૮૭ માં દુષ્કાળ સમયમાં મચ્છું-૧ થી રાજકોટ કોર્પોરેશનની ઈમરજન્સી પીવાના પાણીની લાઈન, રાજકોટની ” આલ્ફેડ હાઈસ્કુલનો જીર્ણોધારનું કામ ઝડપી કરીને નરેન્દ્ર મોદીના હસ્તે મોમેન્ટો પણ મેળવેલ, મચ્છું-૨માંથી મોરબીથી કચ્છ સુધીની પીવાના પાણીની પાઈપ લાઈનનું કામ ઝડપી કરી રાજ્ય સરકાર દ્વારા સન્માન પણ મેળવી ચુક્યા છે. આવા અનેક પ્રોજેક્ટ ભારતભરમાં કરી ચુકેલ છે. હાલ હડમતિયા ગામની અેમ.અેમ. ગાંધી વિધાલયના ટ્રસ્ટી છે તેમને બાળકોને પ્રોત્સાહિક કરવા સ્કુલના બાળકોને અેસ.અેસ.સી.બોર્ડની પરીક્ષામા કોઈપણ વિધાર્થી-વિધાર્થીની ૮૦% લઈ આવશે તેમની ઉચ્ચ અભ્યાસ માટેની ફી ભરવાનું બીડુ પણ ઉપાડ્યું છે. જેથી કરીને ગરીબ બાળકો તેની મંજિલ સુધી પહોચી શકે અને ગામનું નામ રોશન કરે અેવી અોફર પણ કરી ચુક્યા છે.તદ્ઉપરાંત તેઅો હડમતિયા ગામના વિકાસ માટે દાન આપતા રહે છે. હંમેશા તેઅો સેવાભાવી માણસ હોવાથી ગામમાં સૌ તેમનો આદર સન્માન કરે છે.તેમના બહોળા મિત્ર સર્કલ જેવા કે મુખ્યમંત્રી,ધારાસભ્યો,સાંસદસભ્યો, કલેકટર,ડીડીઅો, ડીવાયઅેસપી, ડોકટર,વકિલ,બિલ્ડરોઅે આજે તેમના જન્મદિવસના અવસર પર તેમના મોબાઈલ પર શુભેચ્છાઅોનો વરસાદ વરસી રહ્યો છે.આ માહિતી તેમના અંગત ગણાતા સુદામા મિત્ર રમેશ ખાખરીયાને આપી હતી.

- text

- text