ટંકારાની આર્ય વિદ્યાલયમાં ૧૦૮ની એપ્લિકેશન ડાઉનલોડ કરાવાઈ

- text


ટંકારા : ટંકારાની આર્ય વિદ્યાલયમાં ગુજરાત સરકારની ઇમરજન્સી સેવા ૧૦૮ની મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામા આવી હતી. સાથે છાત્રોને ૧૦૮ ની ઉપલબ્ધીઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકારની ઇમરજન્સી સેવા ૧૦૮ ની મોબાઈલ એપ્લિકેશનનો મહતમ લોકો ઉપયોગ કરતા થાય તેવા હેતુથી ટંકારાની ૧૦૮ની ટીમે આર્ય વિદ્યાલયની મુલાકાત લઈને ૧૦૮ની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. આ તકે વિદ્યાલયના આચાર્ય મેહુલ કોરિંગા તથા શિક્ષકગણ અને સ્ટાફ ઉપસ્થિત રહયો હતો. ઉપસ્થિત તમામને ૧૦૮ ઇમરજન્સી સેવાની ઉપલબ્ધીઓથી વાકેફ કરવામાં આવ્યા હતા.

- text

- text