મોરબી : દરજી યુવાને દુકાનમાં ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં રહેતા અને રવાપર રોડ પર દરજીની દુકાન ધરાવતા દરજી યુવાને આજે સાંજે પોતાની દુકાનમાં ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

બનાવની મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પર ઇન્ડુસ બેન્કની સામે આવેલા સાધના કૉમ્લેક્સમાં આવેલી સાગર લેડીઝ ટેઈલર નામની દુકાનમાં પીઠડીયા દિવ્યેશ પંકજભાઈ (ઉ.વ. ૨૮) રહે. મહાવીર એપાર્ટમેન્ટ, ગ્રીન ચોક, દરજી યુવાને બપોરે ૪ :૦૦ વાગ્યા ની આસપાસ અગ્રમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લેતાં મોત નીપજ્યું છે. પોતાની જ દુકાનમાં દરજી યુવાને ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ શરુ કરી છે.

- text

 

- text