મોરબી જિલ્લામાં વિવિધ સ્કૂલોમાં પ્રવેશોત્સવ ઉજવાયો

- text


અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભુલકાઓએ હરખભેર કર્યો શાળા પ્રવેશ
૧) માળીયાની મોટાભેલા શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

માળીયા તાલુકાના મોટાભેલા ગામે આવેલ જે .ટી.પટેલ માધ્યમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમા નાનાભેલા પ્રા શાળા, મોટાભેલા પ્રા શાળા તથા જે.ટી. પટેલ માધ્યમિક શાળા દ્વારા આ કાર્યક્રમનુ સયુક્ત આયોજન કરી આ કાર્યક્રમને દિપાવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માળીયા તાલુકા મામલતદાર નિનામા ,લાઇઝન ઓફીસર કોટક , મોટાભેલા ગામના સરપંચ તેમજ સન્માનીય દાતાઓ,વિદ્યાર્થીઓના વાલીઓ, ગામના આગેવાનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી નવો પ્રવેશ મેળવનાર કુમાર અને કન્યાઓને પ્રોત્સાહિત કર્યા હતા.
૨) મોરબીના કેરાળા અને હરિપરમાં ભૂલકાઓએ કર્યો શાળા પ્રવેશ

મોરબીના કેરાળા-હરીપર ગામે ધોરણ ૧ માં પ્રવેશ પામતા બાળકોનો પ્રવેશોત્સવ સંપન્ન થયો. જેમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લાના ડેપ્યુટી કલેકટર દમયંતીબેન બારોટ, પ્રમુખ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ રમેશભાઈ જાકાસનિયા, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદીપભાઈ આદ્રોજા તેમજ સી.આર.સી. મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા.

- text

કેરાળા તથા હરીપર પ્રાથમિક શાળાના ધોરણ ૧ માં પ્રવેશ મેળવતા બાળકોને શાળામાં મોં મીઠું કરાવી તેમજ સ્કુલ કીટ આપીને શાળામાં પ્રવેશ અપાયો હતો. બહોળી સંખ્યામાં વાલીઓની હાજરી હતી. આ તકે ધોરણ ૧ થી ૮ માં પ્રથમ આવનાર બાળકોનું સન્માન પણ કરવામાં આવેલ હતું. કેરાળા પ્રા. શાળા ના ડૉ.પ્રવીણદાન ગઢવીએ જીપીએસસી પરીક્ષા પાસ કરેલ હોય તેઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું. શાળાના દાતાઓ કે જેઓ એ શાળામાં મફત યુનિફોર્મ તેમજ સ્કુલ સ્ટેશનરી કીટ આપેલ હતી તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
3) હળવદના ઈસનપુરમાં બાળકોને પ્રવેશ કીટ આપી પ્રવેશોત્સવ ઉજવાયો

હળવદ તાલુકાના ઈસનપુર ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૧ના બાળકોને પ્રવેશ કીટ વિતરણ કરાઈ હતી. તો સાથોસાથ ધો.૯માં બાળકોને પ્રવેશ અપાયો હતો. પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવેલ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

હળવદ તાલુકાના ઈસનપુર ગામની પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી, પ્રવેશોત્સવ, શિક્ષણોત્સવ સાથે વૃક્ષારોપણના જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે વડીલો તેમજ લોક ફાળો આપનારને દેશભકિતના ફોટા આપી સન્માનિત કરાયા હતા. મારી શાળા કાર્યક્રમ વતી કૌશિકભાઈનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ વેળાએ આંગણવાડીના ભૂલકાઓને પ્રવેશ કરાવી રમકડાની કીટ વિતરણ કરાઈ હતી. આ તકે તાલુકા વિકાસ અધિકારી દેસાઈ, તાલુકા પંચાયત કર્મચારીઓ, આઈસીઆઈસીઆઈ બેન્કના અધિકારી મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

 

- text