સીરામીક કારખાનામાંથી બાળ મજૂરો મળ્યા : માલિક સામે ગુનો નોંધાયો

- text


બાળ મજૂરીના વધતા પ્રમાણને પગલે શ્રમ આયુક્ત કચેરીએ હાથ ધર્યું ચેકીંગ

મોરબી : વાંકાનેર મોરબી હાઈવે પર સરતાનપર રોડ પર આવેલી કમાન્ડર વિટ્રીફાઈડ પ્રા. લી. નામની ફેક્ટરીમાં શ્રમ આયુક્ત કચેરી દ્વારા કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન બાળ મજુરો મળી આવ્યા હતા જેને પગલે શ્રમ આયુક્ત અધિકારી દ્વારા આ અંગે ફેક્ટરીના માલિક સામે ફરિયાદ કરવામાં આવી છે

જેમાં મોરબી જીલ્લાના મદદનીશ શ્રમ આયુક્ત કૃણાલભાઈ શાહે વાંકાનેર તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઉત્તમ દયારામ સોરીયાએ પોતાના કારખાનામાં બાળ મજુર રાખી મજુરી કામ કરાવતા હોય જે અંગે આરોપી સામે ચાઈલ્ડ અનેડ એડોલસન્ટ લેબર એક્ટ અને જુવેનાઈલ જસ્ટીસ અંતગત ગુન્હો નોંધવામાં આવ્યો છે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

- text

ઓદ્યોગિક નગરી મોરબીમાં આવેલી સિરામિક સહિતની ફેકટરીઓમાં બાળમજુરીનું દુષણ વધતું હોવાની ફરિયાદની વચ્ચે શ્રમ આયુક્ત કચેરી દ્વારા બાળ મજુરી રોકવા માટે થઈ રહેલી કાર્યવાહી થી બાળકો પાસેથી કામ કરાવતા કારખાનાના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

- text