મોરબીના વીરપર ગામે ઓરપેટ ગ્રુપ દ્વારા તળાવને વધુ ૧૦ ફૂટ ઊંડું ઉતારવાની કામગીરી

- text


ઓરપેટ ગ્રૂપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડિયા અને જિલ્લા કલેક્ટર માકડીયાએ સ્થળ મુલાકાત લઈને કામનું નિરીક્ષણ કર્યું

મોરબી : જળસંચય અભિયાન ૨૦૧૮ અંતર્ગત મોરબી જિલ્લામાં ૨૧૦ જેટલા કામો શરુ થયા હતા જેમાં ૯૫ ટકા જેટલી કામગીરી પૂર્ણ થઇ જતા આજે મોરબીના વીરપર ગામે ઓરપેટ ગ્રુપ દ્વારા ગામનું તળાવ વધુ ૧૦ ફૂટ ઊંડું કરવાની કામગીરી કરવામાં આવી હતી.

વીરપર ગામે તળાવ ને વધુ ૧૦ ફૂટ ઊંડું ઉતારવાની કામગીરી વખતે ઓરપેટ ગ્રુપના ચેરમેન પ્રવીણભાઈ ભાલોડિયા , જિલ્લા કલેકટર માકડીયા અને ભાજપ ના આગેવાનો ની હાજરીમાં આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી માટે ગ્રૂપના ચેરમેન ને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

- text

મોરબી સહીત રાજ્ય ભર મા સુજલામ સુફલામ યોજના ૨૦૧૮ અંતર્ગત તળાવો ,જળાશયો ઉંડા કરી કુવા ના પાણી ના સ્તર ઉચા કરવા માટે સંપુર્ણપણે જનભાગીદારી સાથે કામ શરૂ કરવામાં આવ્યા હતા જેમા મોરબી જીલ્લાના ના ૨૧૦ તળાવો અને જળાશયો પૈકી ૨૦૫ કામો પુર્ણ કરવાની સાથે ૯૫% કામ પુર્ણ કરી દીધા છે ત્યારે મોરબી ના વીરપર ગામ ના તળાવ ને ઉંડા કરવા માટે ઓરપેટ ગૃપ દ્વારા દત્તક લેવામાં આવ્યુ હતુ જેમા ૫૩ લાખ ના ખર્ચે ગ્રૂપ દ્વારા ગામ ના તળાવ ને વધુ 10 ફૂટ ઊંડું કરવામાં આવ્યું છે જેના લીધે વિરપર ના ગ્રામજનો પણ ખુશ છે

આ તળાવ માં હવે વધુ જળ સંગ્રહ થતા આસપાસ ના વિસ્તાર ના કુવા રિચાર્જ થશે આ ઉપરાંત જમીન માં પાણી ના તળ ઊંચા આવશે તો પશુ પંખીઓ માટે પીવાનું પાણી પણ ઉપલબ્ધ રહેશે અને ખેડૂતો ને પણ આ પાણી નો સીધો ફાયદો થશે આ તકે ગ્રૂપ ના ચેરમેન પ્રવીણભાઈ ભલોડિયા એ તમામ ઉદ્યોગપતિઓ ને પોતાની આવક ના 3 %  રકમ સમાજ હિત માં વાપરવા અપીલ કરી હતી તો જિલ્લા કલેકટર આર જે માકડીયા એ પણ ઓરપેટ ગ્રૂપ ને આ કામગીરી અને સમાજ હિત ના વિચારો ને બિરદાવ્યા હતા અને આ કામ ને મોરબી જિલ્લા ના મોટા કદ ના કામો પૈકી નું એક ગણાવ્યું હતું

- text