મોરબી : કોલગેસનો કદળો ભરેલા વાહન ચાલાક પાસે પૈસા લેતો પોલીસ કર્મચારી કેમેરામાં કેદ

- text


માનવ માટે અતિ જોખમી કોલગેસ કદળો ભરેલ વાહનનો પીછો કરી કલેકટર કચેરી પાસે જ નાણાં કટકટવાયા

મોરબી : મોરબી જિલ્લામાં પૈસા ફેકો અને ગેરકાનૂની કામો કરોના સૂત્ર વચ્ચે લાચિયા તંત્ર વાહકો પોતાના બે પૈસાના સ્વાર્થ માટે માનવ અને અબોલ પશુઓ માટે અત્યંત જોખમી ગણાતા કોલગેસ પ્લાન્ટનો કદળો જાહેરમાં નિકાલ કરવાની છૂટ આપી હપ્તા વસૂલતા હોવાની અનેક ફરિયાદો અને આક્ષેપો થઇ રહ્યા છે ત્યારે મોરબીમાં કોલગેસનો કદળો ભરેલા વાહન ચાલાક પાસે પૈસા લેતો પોલીસ કર્મચારીનો વિડીયો કેમેરામાં કેદ થયો છે.

મોરબીમાં કોલગેસ કદડો ભરીને જતા વાહન ચાલક પાસેથી એક પોલીસ કર્મી પૈસા વસુલાતા હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે આ ઘટનામાં જિલ્લા સમહર્તા કચેરી નજીક જ હપ્તાખોર ભ્રષ્ટાચારી કર્મચારી દ્વારા ખુલ્લે આમ વાહન ચાલક પાસેથી નાણાં વસૂલી તંત્રની રહી શહી આબરૂને પણ બટ્ટો લગાડ્યો છે અને ઉચ્ચ અધિકારીઓની નિષ્ઠા પર પણ સવાલો ખડા કર્યા છે.

- text

વાઇરલ થયેલા આ વીડિયો બાદ લોકોમાં કોણ છે આ સરકારી બાબુ જે કોલગેસના કદળાના રૂપિયા વસુલ કરે છે ? તેવો અણિયારો સવાલ ઉઠ્યો છે, આમ,તો મોરબી સિરામીક નગરી તરીકે પ્રચલિત છે ત્યારે સિરામીક ઉધોગમાં ગેસીફાયરમાંથી નિકળતો કદળો જ્યાં ત્યા નિકાલ કરવામાં આવે છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના (જીપીસીબી) અધીકારીઓ આવા વાહન ચાલકોને રોકી તપાસ નથી કરવાને બદલે દર મહિને લાખોના હપ્તા વસૂલી પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય મજબૂત બનાવી પાપચાર આચરી રહ્યા છે.

એજ રીતે હાઈવે ઉપર ઉધરાણું કરતા પોલીસદાદા પણ ત્યાંથી નિકળતા આવા વાહન ચાલકોને રોકી માત્ર કટકી કરી જવા દેતા હોવાનું મોરબી જિલ્લામાં સામાન્ય બન્યું છે, આવા સરકારી બાબુ વાહન ચાલક પાસે કટકી નો કરે અને વાહન ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરે તો મોરબીમાં પોલ્યુશન થતુ બંધ થઇ શકે તેમ છે.

આ વિડીઓમાં દેખાતો પોલીસ કર્મી હાઈવ પરથી કદળો ભરેલ મેટાડોરનો પીછો કરતો હતો અને કલેકટર કચેરી સામે પહોચી વાહન ચાલકને રોકી તેની પાસેથી જાહેરમા જ રૂપિયા કટકટાવ્યા હતા, ત્યારે ખરેખર જ આ પોલીસ છે કે પછી પોલીસની વરદી પેરી અને મોઢે રુમાલ અને માથે ટોપી પેરી માત્ર હાઈવે પર આવા વાહન ચાલક પાસે ઉધારણુ જ કરે છે તે પણ એક તપાસનો વિષય બન્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

- text