મોરબીમાં મંગળવારે રાહતદરે નિદાન કેમ્પ

- text


લોહી, પેશાબ, તેમજ એલર્જી સ્કેન ટેસ્ટ સહિતના રિપોર્ટ રાહતદરે કરી અપાશે

મોરબી : મોરબીમાં ડી.સી. મહેતા સાર્વજનિક દવાખાનામા આગામી મંગળવારે રાહતદરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તદ્દન રાહતદરે લોહી, પેશાબ, તેમજ એલર્જી સ્કેન ટેસ્ટ સહિતના રિપોર્ટ કરી આપવામાં આવશે.

ડી.સી.મહેતા સાર્વજનિક દવાખાનું, જૂના બસ સ્ટેન્ડ પાસે ,બેંક ઓફ બરોડા પાસે, મોરબી ખાતે આગામી તા. ૧૫ ને મંગળવારના રોજ સવારે ૮ થી ૧૧:૩૦ દરમિયાન રાહત દરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોહી અને પેસાબ ના રિપોર્ટ કરી આપવામાં આવશે.આ સાથે ભવિષ્યમાં થનારા મહારોગ જેવા કે હૃદય, કિડની, લીવર, થાઇરોઇડ, થેલેસેમિયા લોહ તત્વોની ખામી, વિટામિનની ખામી તેમજ પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરની લોહીની તપાસ કરી આપવામાં આવશે. આ ઉપરાંત એલર્જી સ્કેન ટેસ્ટ ફક્ત રૂ.૫૦માં કરી આપવામાં આવશે.

- text

અત્રે ઉલ્લેખનીયછે કે ડી.સી.મહેતા સાર્વજનિક દવાખાનામાં સોમવારથી શનિવાર ફક્ત રૂ. ૫ માં દરેક દર્દીને દવા આપવામાં આવે છે. ઉપરાંત તદ્દન રાહત દરે ફિઝિઓથેરાપીની સારવાર પણ આપવામાં આવે છે. વધુ માહિતી માટે ડો. હસ્તીબેન મહેતા અથવા ફોન નં. ૦૨૮૨૨- ૨૨૩૫૧૧ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text