મોરબી પાલિકામાં બળવો કરનાર ૭ સભ્યોને બરતરફ કરાયા

- text


મોરબી : મોરબી નગરપાલિકામાં બળવો કરનાર કોંગ્રેસના ૧૨ સભ્યો પૈકી ૭ ને ગેરલાયક ઠરવવામાં આવ્યા છે. આ સાત સભ્યોને ગુજરાત રાજ્ય નામોદીષ્ટ અધિકારી દ્વારા બરતરફ કરવાનો હુકમ ફરમાવામાં આવ્યો છે.

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસના ૧૨ સભ્યોએ વિકાસ સમિતિની રચના કરીને બળવો કર્યો હતો. બાદમાં ભાજપના ટેકાથી પક્ષ ઉથલાવાનો પ્રયત્ન કર્યો હતો. જેના પગલે ૧૨ સભ્યોને બરતરફ કરવાની તા.૨૭/૦૭/૨૦૧૬ ના રોજ અરજ કરવામાં આવી હતી. આ કેસમાં અત્યંત આધારભૂત સૂત્રો માંથી મળતી વિગત મુજબ આજે ગુજરાત રાજ્ય નામોદીષ્ટ અધિકારીએ કોંગ્રેસના જે તે સમયે બળવાખોર સભ્ય અમિત કરશનભાઈ ગામી, અનસૂયાબેન હરેશભાઇ ભટાસણા , ચંપાબેન ભીમજીભાઈ ચૌહાણ, નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુ, અનિલભાઈ મલાભાઈ હડિયલ, મમતાબેન ધીરેનભાઈ ઠાકર અને વર્ષાબેન ચંદ્રવદન પુજારાને ગેરલાયક ઠેરવી સભ્યપદે થી બરતરફ કરવાનો હુકમ કર્યો છે. આ હુકમ અંગે હજુ સુધી પાલિકા તંત્ર દ્વારા કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ આવતી કાલ સુધીમાં આ હુકમ પાલિકા તંત્રને મળી જશે તેવું સૂત્રો જણાવી રહ્યા. જ્યારે એક સાથે 7 સભ્યો સસ્પેન્ડ થતા પાલિકાના રાજકારણમાં હલચલ મચી ગઇ છે.

- text

- text