ખાનપર સ્મશાન ભૂમિ મુદ્દે ફરી વિવાદ : વધારાની જમીન ફાળવણી મુદ્દે હવે ગ્રામજનોનો વિરોધ

- text


ખાનપર ગામે ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસના ઘાડેધાડા ઉતારી દેવાયા : ખાનપર ગ્રામ પંચાયત અને ગ્રામજનોના વિરોધની વચ્ચે તંત્રએ દલિત આગેવાનોને જમીનનો કબ્જો સોંપ્યો

મોરબી : મોરબીના ખાનપર ગામે અનુ.જાતિના લોકોને તંત્ર દ્વારા સ્મશાન માટે નવી જમીન ફાળવી દેવામાં આવતા મામલો થાળે પડ્યો હોય તેવું લાગ્યું હતું. પરંતુ દલિત સમાજને સ્મશાન માટે વધારાની નવી જગ્યા ફાળવણી સામે ખાનપરના પટેલ સમાજે વિરોધ નોંધાવતા ફરીથી આ મામલો ગરમાયો હતો. જોકે તંત્ર અને ઉચ્છ અધિકારીઓએ આ મામલે દરમ્યાનગીરી કરી શાંત પાડવાના પ્રયત્નો હાથ ધર્યા છે.

ખાનપર ગામે અનુ.જાતિના લોકોને સ્મશાન માટે જમીન ફાળવવા મામલે ગત રાત્રીથી ચાલતી મડાગાંઠનો સુખદ ઉકેલ આવ્યો હોય તેમ બપોરે મામલો થાળે પડ્યો હતો અને જમીન અંગેનો હુકમ કરી દેવાયો હતો જોકે ત્યારબાદ પટેલ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવતા ખાનપર ગામે તંગદીલીભરી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસે ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ઉપરાંત તંત્રએ અનુ. જાતિને સર્વે નં.૨ ની જે જમીન ફાળવી તેના વિરોધમાં પટેલ સમાજ કોર્ટના દ્વાર પણ ખખડાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

- text

આ મુદ્દે પટેલ સમાજના ટોળા ખાનપરમાં રોડ પર બેસી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવી રહ્યા છે પટેલ સમાજના વિરોધને પગલે એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી, વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા છે. જોકે પટેલ સમાજ અને ગ્રામ પંચાયતના વિરોધની વચ્ચે તંત્રે કલેકટરે દલિતોને સ્મશાન માટે ફાળવેલી વધારાની જમીનનો પોલીસ બંદોબસ્તની વચ્ચે કબ્જો સોંપી આપ્યો હતો. સ્મશાન જમીન વિવાદ મુદ્દે બંને પક્ષોના આગેવાનો સાથે વાતચીત કરી હકારાત્મક નિર્ણય લેવા તજવીજ હાથ ધરી છે.

 

- text