મોરબીમાં ઉભરાતી ગટરો : પાલિકા કચેરીએ હલ્લો બોલાવતા વેપારીઓ

- text


શાકમાર્કેટ પાછળ ઉભરાતી ગટરોથી દુકાનદારો અને ગ્રાહકો પરેશાન : ચીફ ઓફિસરના પીએએ યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબી : મોરબીમાં શાકમાર્કેટ પાછળ આવેલી બજારમાં છેલ્લા ૪ વર્ષથી ગટરો ઉભરાય જવાની સમસ્યાથી વેપારીઓ પીડાય રહ્યા છે. ત્યારે આજે વેપારીઓએ પાલિકા કચેરીએ ધસી આવી ને ઉગ્ર રજુઆત કરી હતી. બાદમાં ચીફ ઓફિસરના પીએએ યોગ્ય કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

મોરબીમાં શાકમાર્કેટ પાછળની બજારમાં છેલ્લા ૪ વર્ષથી ગટરો ઉભરાય છે. ત્યાં આવેલા મ્યુન્સીપાલ્ટી કોમ્પ્લેક્ષ આસપાસ ગટરો ઉભરાતા આખી બજારમાં ગંદુ પાણી ફરી વળે છે. જેના કારણે ગ્રાહકોને તેમજ દુકાનદારોને ગંદા પાણી માથી પસાર થવું પડે છે. છેલ્લા ૪ દિવસથી આ ગંદા પાણીનો અસહ્ય ત્રાસ રહેતા અંતે વેપારીઓના ટોળુ નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું.

- text

વેપારીઓએ ઉભરાતી ગટરોના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટેની ઉગ્ર માંગ ઉઠાવી હતી. તે વેળાએ ચીફ ઓફિસરે રાત્રે ત્યાં સફાઈ કામ કરાવી આપવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

- text