મોરબીના ભરતનગર ગામ પાસે બાઇક સ્લીપ થતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબીના ભરતનગર ગામ પાસે બાઈક સ્લીપ થતા બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવાનને ઈજાઓ પહોંચી હતી.

મોરબી તાલુકાના ભરતનગર નજીક આવેલા લેમિકા પેપર મિલ પાસે બાઈક પર જતાં બે યુવાનોને અકસ્માત નડ્યો હતો. રોંગ સાઈડમાં ઓવર ટેક કરવા જતાં બાઈક સ્લીપ થયું હતું. જેમાં બાઇક ચલાવતા મહેબૂબ ઈસાભાઈ મોવરનું મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા રફીકભાઈ અકબરઅલી મોવરને ઈજાઓ પહોંચી હતી.

- text

- text