મોરબી : ઉમા ટોઉનશીપમાં પાંચમા માળેથી પટકાતા મજૂરનું મોત

- text


મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી ઉમા ટાઉનશીપ કામ કરતી વેળાએ શ્રમિક યુવાન પાંચમાં માળેથી નીચે પટકાતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું.

- text

મોરબીના સામાકાંઠે આવેલા ઉમા ટાઉનશીપમાં હાલ મજુરી કરતો મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી યુવાન અનંતસિંગ દવાનસિંગ ઘેડીયા (ઊ.વ.૨૦) નામનો શ્રમિક યુવાન આજે કામ કરતી વેળાએ પાંચમાં માળેથી નીચે પટકાયો હતો જેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે હોસ્પીટલે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મજૂર યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text