મોરબીમાં માતાપિતાએ તરછોડી દીધેલી તરૂણી મળી આવી

- text


૧૮૧ની ટીમે તરૂણીને વિકાસ વિદ્યાલયમાં મોકલી

મોરબી : મોરબીના નેશનલ હાઇવે પર માતા પિતાએ તરછોડી દીધેલ એક કિશોરી મળી આવી હતી. ૧૮૧ ની ટીમે આ કિશોરીને હૂંફ આપી વિકાસ વિદ્યાલયમાં મોકલી દીધી છે.

મોરબીના શોભેશ્વર રોડ ઉપર રહેતા કાંતાબેન શંકરભાઈ નામના મહિલા નેશનલ હાઇવે પરના કુબેર સિનેમા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમીયાન એક કિશોરી રડતી હતી. ત્યારે તેઓ કિશોરીને સાંત્વના આપીને પોતાના ઘરે લઈ ગયા હતા. બાદમાં મહિલાએ આ અંગે ૧૮૧ને જાણ કરી હતી. ૧૮૧ની ટીમે ત્યાં જઈને કિશોરીની પૂછપરછ કરી હતી.

- text

પૂછપરછ દરમિયાન કિશોરીનું નામ સોના કૈલાશભાઈ સિગાર ઉ.વ. ૧૨ અને મૂળ દાહોદના હોવાનું જણાવ્યું હતું. તેઓ મોરબી આવ્યા બાદ માતાપિતા તેણીને છોડીને ચાલ્યા ગયા હતા. હાલ ૧૮૧ની ટીમે તરૂણીને વિકાસ વિદ્યાલયમાં મોકલી છે.

- text