મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની રાષ્ટ્રીય કક્ષાએ સ્ટડી ટૂર માટે પસંદગી

- text


આવતીકાલે તા.૮એ ૪ દિવસ માટે બ્રિજેશ મેરજા હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થામાં ટ્રેનિંગ લેવા જશે

મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર રૂરલ ડેવલોપમેન્ટમાં સ્ટડી ટૂર માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોરબીના એકમાત્ર ધારાસભ્યની સ્ટડી ટૂર માટે પસંદગી થતા મોરબી- માળિયાનું ગૌરવ વધાર્યું છે.

- text

ધારાસભ્ય તરીકે સતત દોડધામ કરી, વ્યાપક લોક સંપર્ક કેળવી, પ્રજાકીય પ્રશ્નો માટે તાલુકા, જિલ્લા અને રાજયસ્તરે જાગૃત રહી કામગીરી કરતા બ્રિજેશ મેરજાની ગુજરાત વિધાનસભા સચિવાલયે નેશનલ ઇન્સ્ટિટયૂટ ફોર રૂરલ ડેવલોપમેન્ટમાં સ્ટડી ટૂર માટે પસંદગી કરી છે. આવતીકાલે તા.૮ થી ૧૧ એમ ૪ દિવસ માટે બ્રિજેશ મેરજા આ સ્ટડી ટૂર માટે હૈદરાબાદ ખાતે રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થામાં ટ્રેનિંગ લેવા માટે રવાના થશે.

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોરબીના એકમાત્ર ધારાસભ્ય બ્રિજેશ મેરજાની તેઓની કામગીરીને ધ્યાને લઇ ને ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા સ્ટડી ટૂર માટે પસંદગી થઇ છે.આ પસંદગીથી માળીયા અને મોરબીમાં ખુશીની લાગણી પ્રસરી છે.

- text