મોરબીના નાની વાવડી ગામે ટ્રેકટર હડફેટે દોઢ વર્ષના બાળકનું કરુણ મોત

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલા કારખાના નજીક રમતા દોઢ વર્ષના બાળકને ટ્રેક્ટરે હડફેટે લેતા તેનું મોત નુપજ્યું હતું. આ અંગે મૃતક બાળકના પિતાએ ટ્રેકટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નાની વાવડી ગામ નજીક આવેલા વાઈટ ક્લીન વોશ કારખાનામાં મજૂરી કામ કરતા રાજકુમાર મુન્નાલાલ વસુનિયાનો દોઢ વર્ષનો પુત્ર નિતેશ કારખાના નજીક ફરિયામાં રમતો હતો. ત્યારે ટ્રેકટર ચાલકે બાળકને હડફેટે લીધો હતો. બાળક ટ્રેક્ટરની ટોલીના પાછળના વહીલમાં આવી જતા તેનું મોત નીપજ્યું હતું.

પોલીસે મૃતક બાળકના પિતાની ફરિયાદના આધારે ટ્રેકટર ચાલક દીપકભાઈ પરમાર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text