મોરબીમાં ધોળા દિવસે ઉદ્યોગપતિની કારમાં રાખેલા નાણાં ઉઠાવી જતા ત્રણ લુખ્ખા

- text


કારના કાચ તોડી નાણાં ઉઠાવી જનારા સીસી ટીવી કેમેરામાં કેદ

મોરબી : ઔદ્યોગિક નગરી મોરબીમાં ચોરી લૂંટફાટની ઘટનાઓ આમ બની છર ત્યારે ગઈકાલે સવારે ઘરેથી નાણાં લઈને નીકળેલા ઉદ્યોગપતિની કારનો પીછો કરી ત્રણ લુખ્ખાઓ કારના કાચ તોડી નાણાં ભરેલી બેગ ઉઠાવી જતા ચકચાર જાગી છે, જો કે નાણાં તફડાવી જનાર સીસી ટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે શકમંદોની તલાશ શરૂ કરી છે.

મોરબીમાં ઉદ્યોગપતિની કારમાંથી નાણાં ભરેલી બેગ ઉઠાંતરી મામલે જાણવા મળ્યા મુજબ ગઈ કાલે સવારે ૧૦:૦૦ કલાકે મોરબીના ઉદ્યોગપતિ પૈસાની બેગ ગાડીમાં લઈને ઘરે થી નીકળેલ રસ્તામાં કોઈ ને પૈસા આપવા રોકાયેલ ત્યાં ૩ ટપોરી બાઈક સવાર પૈસાની લેતી દેતી જોઈ ગયેલ તે ગાડીનો પીછો કરતા કરતા અયોધ્યા પુરી રોડ પર આવેલ જ્યાં ઉદ્યોગપતિ કોઈ વસ્તુની ખરીદી કરવા ગાડી પાર્ક કરેલ હતી ત્યારે આ ત્રણ બાઈક સવાર ગાડીનો કાચ તોડીંને બેગ લઇ ગયેલ.

- text

વધુમાં આ તમામ ઘટના મોરબી પોલીસના CCTV કેમેરા સિસ્ટમમાં રેકોર્ડ થઈ ગયેલ છે અને પોલીસે બાઈક સવારને પકડવા ચક્રો ગતિમાન કરેલ છે.

વધુમાં આ ઘટનાના ફોટા મોરબી સિરામિક એસોસિએશન દ્વારા વાયરલ કરી આવા ટપોરી થી સાવચેત રહેવા તમામ મેમ્બરોને અપીલ કરી હતી.

- text