વાંકાનેરના ગારીડા ગામે માત્ર સરપંચની જ ચૂંટણી ફરીવાર યોજવાની બિનહરીફ સભ્યોની માંગ

- text


તંત્રએ માત્ર સરપંચની ચૂંટણીના જાહેરનામામાં જ ભૂલ કરી હોવાથી બિનહરીફ ચૂંટાયેલા સભ્યોને યથાવત રાખવાની પ્રાંતને રજુઆત
મોરબી:વાંકાનેરની ગારીડા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની બીનહરીફ વરણી થઈ ગયા બાદ તંત્ર દ્વારા જાહેરનામામાં ભૂલ હોવાથી ફરીથી ચૂંટણી જાહેર કરવામાં આવશે. ત્યારે બિનહરીફ ચૂંટાયેલા સભ્યોએ સરપંચના જાહેરનામાંમાં જ ભૂલ હોવાના કારણે તેની એકનીજ ચૂંટણી ફરી યોજવા પ્રાંત આધિકારીને રજુઆત કરી હતી.

- text

રજુઆતમાં જણાવ્યા મુજબ વહીવટી તંત્ર દ્વારા તા. ૨ એપ્રિલે વાંકાનેર તાલુકાની ગારીડા, સિંધાવદર, પલાસડી અને પંચસિયા ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગારીડા ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની બિનહરીફ વરણી થઈ ચૂકી હતી ત્યારે તંત્રનું આ જાહેરનામુ ક્ષતિયુકત હોવાથી તંત્ર દ્વારા ફરીવાર જાહેરનામું બહાર પાડીને નવેસર થી ચૂંટણી યોજવામાં આવનાર છે.

વધુમાં સભ્યોએ જણાવ્યું હતું કે નવેસરથી ચૂંટણી યોજાશે તો બીનફરીફ ચૂંટાયેલા સભ્યો સાથે અન્યાય થશે. અગાઉના જાહેરનામામાં માત્ર સરપંચની ચૂંટણીમાં જ ભૂલ થઈ હતી. જેથી માત્ર સરપંચની ચૂંટણીજ ફરીવાર યોજવામાં આવે અને બિનહરીફ ચૂંટાયેલા સભ્યોને યથાવત રાખવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

 

- text