મોરબીના સાર્થક વિદ્યામંદિરમાં કાલે બુક ટોક

- text


પુસ્તક પરબ અને સાર્થક વિદ્યામંદિરનું સયુંકત આયોજન: ત્રણ પુસ્તકોના પરિચય સાથે શોર્ટ

ફિલ્મ મહોતુનું સ્ક્રીનિગ પણ યોજાશે

મોરબી: મોરબીમાં પુસ્તક પરબ અને સાર્થક વિદ્યામંદિર દ્રારા આવતીકાલે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે બુક ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ પ્રખ્યાત પુસ્તકોનો પરિચય અને રામ મોરીની વાર્તા આધારિત શોર્ટ ફિલ્મ મહોતુનું સ્ક્રીનિગ યોજાશે.

- text

આવતીકાલે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે પુસ્તક પરબ અને સાર્થક વિદ્યામંદિર દ્રારા બુક ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સાર્થક વિદ્યામંદિર, એલ.ઇ.કોલેજ રોડ, કેસરબાગની બાજુમાં, મોરબી-૨ ખાતે સાંજે ૫:૩૦થી ૭:૩૦ દરમિયાન યોજાશે. બુક ટોકમાં ત્રણ પુસ્તકો ગાય તેના ગીત, અંતરનો ઉજાશ અને મહાન હદયોના સારેગમપધનીનો મનન બુદ્ધદેવ, જાગૃતિબેન ભેડા અને ઘનશ્યામભાઈ ડાંગર પરિચય આપશે. કાર્યક્રમનું સંચાલન નીરવ માનસેતા કરશે. આ સાથે રામ મોરીની વાર્તા આધારિત શોર્ટ ફિલ્મ મહોતુનું સ્ક્રીનિગ પણ યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

- text