મોરબીના બેલાગામ નજીક ડમ્પરે હડફેટે લેતા બાઇલ ચાલકનું મોત

- text


મોરબી : મોરબીના બેલાગામ નજીક ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાતા ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. મૃતકના ભણેજે ડમ્પર ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના બેલાગામ નજીક ઇટામેક્ષ કારખાના સામે ડમ્પરે બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બાઈકચાલક દિલેસિંગ દરિયાસિંગ રાજપૂતનું મોત નીપજ્યું હતું. બાઇકને હડફેટે લઈને ડમ્પરચાલક ડમ્પર મૂકીને ઘટનાસ્થળે થી નાસી છૂટ્યો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના ભાણેજ બજેરસિંગ સોલંકીએ ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text