સલમાન ખુરશીદ અને લુઈસ ખુરશીદ ૧૪મીએ મોરબીમાં દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલની મુલાકાતે

- text


સ્કૂલ મેનેજમેન્ટ દિલ્હી પબ્લિક વર્લ્ડ સ્કૂલ સંસ્થાના ટ્રસ્ટી અને ચેરપર્સનને આવકારવા ઉત્સુક

મોરબી : સિરામીક સીટી મોરબીમાં દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કુલનો પ્રારંભ થયો છે. આ શાળા અન્ય શાળાઓની કાર્યરીતિ અલગ છે. જેનું સંચાલન આગવી ઢબે કરવામાં આવે છે. શાળાનું બંધારણીય માળખું વિદ્યાર્થી તથા શિક્ષકોને અનુરૂપ તમામ સગવડતાઓ સાથે કરવામાં આવેલ છે. જેમાં પુસ્તકાલય, પ્રયોગશાળા વિવિધ ભાષાઓ માટેની અલગ પ્રયોગશાળા, સંગીત તથા નૃત્યનો વિભાગ, વર્ગની અંદર રમાતી રમતો મેદાનની રમતો પાંચ એકર કરતાં પણ વિશાળ જગ્યામાં રમાય છે.

આ શાળા વિદ્યા જગતના પથદર્શક કામદાર ગ્રુપ ઓફ રાજકોટની છે તથા નરેન્દ્ર પાંડે (પ્રિન્સીપાલ)ના સાંનિઘ્યમાં શિક્ષીત તથા અનુભવી શિક્ષકોનો સ્ટાફ શાળાના મુખ્ય ઘ્યેયને પરિપૂર્ણતા કરવા માટે તથા આદર્શ શિક્ષણ પ્રણાલીને આગળ ધપાવવા માટે કાર્યરત રહેશે. દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કુલ મોરબીની સ્થાપના દિલ્હી પબ્લીક વર્લ્ડ સંસ્થા દિલ્હીના નેતૃત્વમાં કરવામાં આવી છે. જેના ચેરપર્સન લુઇસ ખુરશીદ, આજીવન ટ્રસ્ટી તથા પથદર્શક અને સલાહકાર સલમાન ખુરશીદ (પૂર્વ કેન્દ્રીયમંત્રી) ઉપરાંત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત મહાનુભાવો જેવા શૈક્ષણિક ક્ષેત્રનો બહોળો અનુભવ તથા જ્ઞાન ધરાવતી નિષ્ણાંતો દ્વારા આ સંસ્થાનું નેતૃત્વ કરવામાં આવે છે.

- text

પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટમાં પ્રથમ સ્થાન ધરાવતા દેશ ફીનલેંડની સાથે આ એક માત્ર સંસ્થા છે. જેમાં વિવિધ કાર્યશાળાનું આયોજન ફીનલેન્ડના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવે છે. દિલ્હી પબ્લીક વર્લ્ડ ફાઉન્ડેશનના સાંનિઘ્યમાં પ૦ જેટલી શાળાઓ જોડાયેલી છે અને અન્ય ૫૦ જોડાવવાની તૈયારીમાં છે આ સંસ્થાની પાખ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેલાયેલ છે. જેમાં મોટે ભાગે મઘ્ય પૂર્વે ભાગ તથા ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે જે ભવિષ્યમાં ઘણા હેતુઓને સિઘ્ધ કરવા તત્પર છે.

દિલ્હી પબ્લીક વર્લ્ડ સ્કુલ સલમાન ખુરશીદ તથા લુઇસ ખુરશીદને આવકારવા માટેની આતુરતાથી રાહ જોઇ રહી છે. જેઓ તા.૧૪ એપ્રિલના રોજ સવારના ૯:૩૦ કલાકે મોરબી પધારશે અને લોકોના કુતુહુલને સાક્ષાર કરશે. તેઓની આ મુલાકાત નિયંત્રકો માટેનો લાક્ષણીક સંકેત પુરવાર થશે તેમ સંસ્થાએ જણાવ્યું છે.

- text