મોરબી જિલ્લામાં ગુણોત્સવનો પ્રારંભ : ૬૦૦ પ્રાથમિક શાળાઓનું કરાશે મૂલ્યાંકન

- text


રાજ્ય મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિત: ૧૩૬ શાળાઓમાં બાહ્ય અને ૪૬૪ શાળાઓમાં આંતરીક મૂલ્યાંકન થશે

મોરબી: મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આજથી રાજ્ય સરકાર દ્વારા ગુણોત્સવનો પ્રારંભ થયો છે. બે દિવસ સુધી ચાલનારા ગુણોત્સવમાં જિલ્લાની શાળાઓનું આંતરિક અને બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવશે, ગુણોત્સવ પ્રસંગે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહેશે
રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બે દિવસના ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલ ઉપરાંત ચાર આઇએએસ અધિકારી, બે આઇએફએસ અધિકારી સહિત ૧૦ જેટલા ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહી શાળાઓનું મૂલ્યાંકન કર્યું હતું. ગુણોત્સવ દરમિયાન શાળાની શિક્ષણ ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં બે દિવસમાં જીલ્લાની ૬૬૦ પ્રાથમિક શાળાઓનું મૂલ્યાંકન થશે.
ગુણોત્સવ કાર્યક્રમ દરમીયાન ૧૩૬ શાળાઓમાં બાહ્ય અને ૪૬૪ શાળાઓમાં આંતરિક મૂલ્યાંકન  કરવામાં આવશે.પ્રથમ દિવસે ૩૧૦ શાળા અને બીજા દિવસે ૨૯૦ શાળામાં ગુણોત્સવનો કાર્યક્રમ યોજાવા નક્કી કરાયું છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે, કે ગયા વર્ષે મોરબી જિલ્લામાં એ પ્લસમાં ૬ શાળા, એ ગ્રેડમાં ૨૭૬ શાળા, બી ગ્રેડમાં ૨૯૯ શાળા, સી ગ્રેડમાં ૧૬ શાળા અને ડી ગ્રેડમાં ૧ શાળાનો સમાવેશ થયો હતો.

ફાઈલ ફોટો

- text