માળિયાના નાના દહીસરા ગામે બાઈક પર દારૂ બિયરનો જથ્થો લઈ જતો શખ્સ ઝડપાયો

- text


મોરબી: માળિયા તાલુકાના નાના દહીસરા ગામ નજીક રૂ.૭૨૦૦ની કિંમતના વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે બાઈક પર જતાં યુવાનને પોલીસે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના નાના દહીસરા ગામે માળિયા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતા મોટર સાઈકલ જીજે ૦૩ એફએમ ૯૮૧૫ શંકાસ્પદ જણાતા તેને રોકી મોટર સાઈકલ ચાલક રહીમ સુમરા રહે-નાના દહીસરા વાળા ની પુછપરછ અને તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૩ કીમત રૂ.૧૫૦૦, બીયર નંગ-૧૯ કીમત રૂ.૫૭૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી દારૂ બિયરનો રૂ. ૭૨૦૦ની કિમતનો જથ્થો અને મોટર સાઈકલ કીમત રૂ.૨૫૦૦૦ એમ કુલ મળી રૂ.૩૨૨૦૦નો મુદામાલ કબ્જે લઈને આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text