હળવદના હરિકૃષ્ણધામ ખાતે ૮ એપ્રિલે ૮૦મી હરિ મહિમા સભા યોજાશે

- text


હળવદ : હળવદના હરિકૃષ્ણધામ રણજીતગઢ ખાતે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણની કૃપાવષૉ સહ તેમજ પૂ.આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાથે મુળીધામના સમર્થ સંત વિભૂતિ પુ. વિજ્ઞાનદાસજી સ્વામિની દિવ્ય પ્રેરણાથી હરિકૃષણધામમાં આગામી ૮ એપ્રિલે ૮૦મી હરિ મહિમા સભાનુ આયોજન કરવામાં આવ્યું છે.

- text

પુ.તપોમુર્તિ ભક્તિહરિદાસજી સ્વામીના રૂડા સાનિધ્યમાં હરિકૃષ્ણધામ ખાતે હરિ મહિમા સભાનુ આયોજન તા.૮ એપ્રિલને રવિવારે સવારે ૮ થી ૧ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે. સૌ જાણે છે તેમ પ્રગટ સંત સમાગમ વિના આપણને આપણી ભૂલ ઓળખાતી નથી એટલે જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જણાવ્યું છે કે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રિતિ તેને તેટલો જ જગતથી અભાવ થાય તથા કામ,ક્રોધ, લોભાદિક,દોષનો નાશ થાય છે. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય તેની કોરની એમ અટકળ કરવી”જે એમા મોટા ગુણ નહિ આવે” એટલે જ સંતોના પરમ સાનિધ્યમાં થઈ રહેલી પ્રભૂપથ પર પ્રગતિ કરાવનાર હરિ મહિમા સભામાં પધારવા હરિકૃષ્ણધામે આમંત્રણ પાઠવ્યુ છે.

- text