મોરબીમાં સામાકાંઠેથી મજૂર પરિવારની ૫ વર્ષની બાળકી લાપતા

- text


મોરબી : મોરબીના સાંમકાઠા વિસ્તારમાં મજૂરી કરી રહેલા પરિવારની પાંચ વર્ષની દીકરી લાપતા બનતા પરિવાર તેમજ પોલીસ દ્વારા બાળકીની શોધખોળ ચાલી રહી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સાંમકાઠા વિસ્તારમાં સવારના ૧૦ વાગ્યે શ્રીમદ રાજ સોસાયટીમાં પ્રકાશભાઇ અને તેની પત્ની મજૂરી કામ કરી રહ્યા હતા ત્યારે તેની દીકરી દિવ્યા (ઉ.વ.૫) ત્યાં રમી રહી હતી અચાનક તે પાંચ વર્ષની બાળકી ત્યાંથી લાપતા બનતા પરિવાર બે બાકળો બન્યો હતો અને તેની શોધખોળ શરૂ કરી હતી પણ તેની બે કલાક ની શોધખોળ બાદ પણ કાંઈ ભાળ ન મળતા બી ડિવિઝન પોલીસ ને જાણ કરી હતી.

- text

બાળકી લાપતા બનતા પરિવાર ચિંતાતુર બન્યો હતો.પોલીસ તેમજ પરિવારે તેની શોધખોળ શરૂ કરી છે તેની કોઇ ભાળ મળે તો મોરબી બી ડિવિઝન પોલીસ ફોન નં. ૦૨૮૨૨ ૨૪૨૬૫૧ અથવા મો નં. ૯૭૧૪૮ ૩૪૩૪૭ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

 

- text