મોરબીના લીલાપર ગામે ખેતરમાં આગ લાગી

- text


મોરબી: મોરબીના લીલાપર ગામે ખેતરની વાડમાં આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની ટીમને બનાવ અંગે જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બાદમાં આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના લીલાપર ગામના ખેતરમાં આજે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ખેતરની વાડમાં લાગેલી આગે થોડી જ વારમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.ફાયરબ્રિગેડની ટીમને ઘટના અંગે જાણ કરાતા તેઓ તાકીદે ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. બાદમાં ફાયર ફાઇટરોએ પાણીમારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગ થી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

- text

ફાઇલ તસ્વીર

- text