હળવદ તાલુકાની સૂર્યનગર પ્રા. શાળાના કર્મનિષ્ઠ શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

- text


છેલ્લા ૩૩ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષકના વિદાય સમારોહમાં આખું ગામ ઉમટયું: વિદાયમાન ગણપતભાઈએ શાળાને આર ઓ પ્લાન્ટ ભેટ સ્વરૂપે અર્પણ કર્યું

મોરબી: હળવદ તાલુકાના સૂર્યનગર(સુંદરગઢ) ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા ૩૩ વર્ષથી એક આદર્શ અને કર્મનિષ્ઠ શિક્ષક તેમજ આચાર્ય તરીકે સેવા બજાવતા નાયકપરા ગણપતભાઈ ભુદરભાઈ વયમર્યાદાને કારણે સેવાનિવૃત થયા છે. ત્યારે તેઓના વિદાય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું. ગણપતભાઈએ સમારોહ દરિમયાન શાળાને ફિલ્ટર પ્લાન્ટ ભેટ સ્વરૂપે અર્પણ કર્યા હતો.

સૂર્યનગર પ્રાથમિક શાળાના નિવૃત થઈ રહેલા આચાર્ય ગણપતભાઈ નાયકપરા નો વિદાય સમારંભ યોજાયો હતો.સમારંભના અધ્યક્ષ સ્થાને હળવદ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પ્રવીણભાઈ ધોળું,માજી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઘનશ્યામભાઈ દેથરીયા,હળવદ તાલુકા શરાફી મંડળીના પ્રમુખ ગોહેલ તથા મંત્રી,સી.આર.સી.મયંકભાઈ તથા પેટા શાળા તથા પે.સેન્ટર શાળા તમામ આચાર્યો તથા હળવદ તાલુકાના શિક્ષકો તથા સૂર્યનગરના સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી ત્યાર બાદ સૂર્યનગર શાળાના આચાર્ય પંકજભાઈ ઝાલોડિયા દ્વારા આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. શાળાના ભૂલકાંઓ દ્વારા વિદાયગીત રજૂ થયું હતું ત્યાર બાદ વિદાયમાન ગણપતભાઇ દ્વારા આવેલ મહેમાનોનું શબ્દામૃત અને બોલપેન અર્પણ કરી સ્વાગત કરાયું હતું શાળાના શિક્ષક હિતેષભાઈ દ્વારા સન્માનપત્રનું વાંચન કરાયું હતું ત્યારબાદ સૂર્યનગર શાળા સ્ટાફ દ્વારા ગણપતભાઈને શ્રીફળ પળો અને ભેટ અર્પણ કરાયા હતા.

શાળાની ધોરણ સાતની વિદ્યાર્થીની નયના દ્વારા ગણપતભાઈ વિશે ભાવ પ્રતિભાવ રજુ થયા હતા ત્યારબાદ આવેલ સૌ મહાનુભાવોએ પોતાના ભાવ પ્રતિભાવ આપ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામ જનોએ વિદાયમાન ગણપતભાઈને ભેટ સોગાત અર્પણ કરી હતી ત્યારે વિદાયમાન ગણપતભાઈએ પણ શાળાને આર.ઓ પ્લાન્ટ અર્પણ કરી ખરા અર્થમાં શાળાના બાળકો પોતાના જ બાળકો જેવા હોવાની વાત પુરવાર કરી હતી ત્યાર બાદ વિદાયમાન ગણપતભાઈએ વક્તવ્ય આપ્યું હતું.

અંતે આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ થયો હતો મહત્વની વાતતો એ હતી કે ગણપતભાઇએ પોતાની નોકરીના ૩૩ વર્ષ એકજ ગામમાં પુર્ણ કર્યા હતા સમગ્ર કાર્યક્રમના અંતે ભોજન લઈ સૌ છુટા થયા હતા અને તમામ કાર્યક્રમનું સુંદર આયોજન શાળાના આચાર્ય પંકજભાઈ તથા સ્ટાફે કર્યુ હતું

- text