મોરબી : ભરણ પોષણ કેસમાં પતિને ૫૧ માસની સજા ફટકારતી મોરબી કોર્ટ

- text


૫૧ માસ સુધી પત્નીને ભરણ પોષણ નહિ ચૂકવવું પતિને ભારે પડ્યું

મોરબી : મોરબી મા પતિ એ પત્નિ ને ૫૧ માસ સુધી ભરણપોષણ ની રકમ નહી ચુકવતા કોર્ટે ૫૧ માસ ની જેલ નો આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.

આ કેસની વિગત જોઈએ તો મોરબી મા ગત તા. ૧૨-૨-૨૦૧૨ મા મોરબી કોર્ટ મા અરજદાર નઝમાબેન ફિરોઝભાઈ અજમેરીએ તેમના પતિ ફિરોઝ ઈબ્રાહીમ અજમેરી તથા સાસરીયા પક્ષ વિરુદ્ધ ડૉમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ રક્ષણના આદેશ મેળવવા અરજી કરતા આ કેસ વર્ષ ૨૦૧૨ મા ચાલી જતા અરજદાર નઝમાબેન ના વકીલ ચિરાગ ડી. કારીઆની ધારદાર દલીલો ને ધ્યાન માં રાખી વર્ષ ૨૦૧૨ માં નામદાર કોર્ટે દ્વારા ભરણ પોષણ નો ત્થા ઘરભાડા નો તેમજ ઘરેલુ હિંસા નહી કરવા ના હુકમ કરેલ હતો.

- text

હુકમમાં સાસરા પક્ષ તરફે પતિ ફિરોઝ ઈબ્રાહીમ અજમેરી જાતે પિંજારા એ ચડત ભરણ પોષણ ત્થા ચડત ઘરભાડા ની રકમ રૂપીયા ૩,૫૭,૦૦૦ નહી ભરી કોર્ટના આદેશની અવગણના કરતા આજે મોરબી કોર્ટમાં અરજદાર નઝમાબેન ના વકીલ ચિરાગ ડી.કારીઆ એ ફરી આ બાબતે ધારદાર દલીલો કરતા નામદાર એડી.ચીફ.જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.બી.પટેલ ની કોર્ટે દલીલો ને માન્ય રાખી પતિ ફિરોઝ ઈબ્રાહીમ અજમેરીને ૧૫૩૦ દિવસ એટલે કે ૫૧ માસની કેદની સજા ફટકારી જેલ હવાલે કરવા નો હુકમ કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરનારા સામે લાલ આંખ કરી હતી.

આ દલીલમા અરજદાર નઝમાબેન તરફે ધારાશાસ્ત્રી સી.ડી.કારીઆ, જય પરીખ,રવી કારીઆ હાજર રહ્યા હતા.

 

- text