વાંકાનેરના કોઠારીયા ગામે ઇકો માંથી રૂ.૩૬ હજારનો દારૂ પકડાયો

- text


મોરબી:વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં ઇકો ગાડીમાથી રૂ.૩૬,૩૦૦ની કિંમતની ઈંગ્લીશ દારૂની ૧૨૧ બોટલ પકડાઈ હતી. એલસીબીએ દારૂ અને ઇકો ગાડી મળી ફૂલ રૂ.૧,૮૬.૩૦૦/નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પોલીસ અધિક્ષક,મોરબી જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આજરોજ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી,મોરબીને પ્રોહીબીશનની બદ્દી
નાબુદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ તથા પોકોન્સ. ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં કાચા રસ્તેથી ઇકો ગાડીમાથી અલગ-અલગ
બ્રાન્ડની ઇગ્લીશ દારૂ ની બોટલ નંગ-૧૨૧ કી. .૩૬ ૩૦૦/તથા ઇકો ગાડી કી.૧,૫૦,૦૦૦/ મળી કુલ કી.રૂ.૧ ૮૬ ૩૦૦/નો મુદામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર કરાયેલ છે.

- text