માળીયાના કાજરડા ગામ પાસે થી દેશી તમંચા સાથે શખ્સ ઝડપાયો

- text


મોરબી: માળિયા-મિયાણાના કાજરડા ગામના પાટિયા પાસેથી ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા સાથે એસઓજીની ટીમે એક શખ્સને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી સ્ટાફ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતો તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ ફારુકભાઈ પટેલને મળેલ બાતમીના આધારે માળીયા મિયાણા તાલુકાના ગામના પાટિયા પાસે ગામ તરફ જવાના રસ્તે ઈસ્માઈલ સાઉદીન મોવર ઉ.વ.૨૯ વાળાને ગેરકાયદેસર દેશી બનાવટના બાર બોરના સીંગલ બેરલ તમંચા કિંમત રૂપિયા ૫૦૦૦ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે

- text

આ કામગીરીમાં મોરબી એસઓજી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ શંકરભાઈ ડોડીયા, કિશોર મકવાણા, ફારૂકભાઈ પટેલ,જયપાલ સિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા , ભરતસિંહ ડાભી તથા વિજયભાઈ ખીમાણીયા રોકાયેલા હતા

- text