મોરબીના વિર્ધાથીઓ એ કર્યો પોકટમનિનો સદ ઉપયોગ

- text


યુનિયાટેડ યુથ ગ્રુપ મોરબી દ્રારા ત્રીદિવસ કુંડા અને પક્ષીના માળાનુ વિતરણ

મોરબી: આમ તો ઉનાળામાં પક્ષીને પાણી પીવા માટે તકલિફ પડતી હોય છે ત્યારે મોરબીના સેવાભાવી લોકો દ્રારા પાણીના કુંડા તેમજ માળાનુ વિતરણ કરાતુ હોય છે ત્યારે મોરબીના વિર્ધાથી દ્વારા પોકેટ મની બચાવી અનોખું ઉદાહરણ પૂરું પાડી મોજ શોખ ને બદલે અબોલ પક્ષીને બચાવવા અને પાણી પિવા માટે કુંડા તેમજ માળા વિતરણ કરવા આયોજન ઘડી કાઢ્યું છે.

મોરબીના ૧૫ વિદ્યાર્થીઓ દ્વારા પોકેટ મની બચાવી ૨૦૦૦ જેટલા માળા અને ૨૦૦૦ જેટલા કુંડાનુ વિતરણ કરવા આયોજન કરી મોરબીના જુદા જુદા વિસ્તારમાં ટેન્ટ કરી લોકોના ધરે ધરે માળા અને કુંડા પોહચે અને પક્ષી ને પુરતુ પાણી અને રહેવા માટે ધર મળે તે હેતુથી વિતરણ કરી સમાજ અને ખાસ કરી યુવા વર્ગને પેરણા મળે તે કાર્ય કરી બતાવ્યુ છે.

- text

મોરબીમાં ગઈકાલે વાવડી રોડ પર વિદ્યાર્થીઓ દ્વારા માળા અને કુંડાનું વિતરણ કર્યુ હતુ તો આજે શનાળા રોડ પર આવેલ ઓમ શાંતિ ગ્રાઉન્ડમાં વિતરણ કાર્ય ચાલુ રાખ્યું હતુ અને આવતીકાલે સામાંકાઠે ગેડા સર્કલ પાસે વિતરણ કરશે અને ત્યાર બાદ જો કુંડા અને માળા જોઇતા હોય તો વિષ્ષુભાઈ પટેલ મો.૭૫૭૪૮૮૫૭૪૭ પર થી મળી શકશે.

આજના યુગમાં વિદ્યાર્થીઓ ખોટા મોજ શોખ તેમજ ખોટા રૂપિયા વેડફતા હોય છે ત્યારે આવા ખોટા રૂપિયા નો ફેડફાય અને સારા કામમાં વપરાય તેવા હેતુથી મોરબીના વિદ્યાર્થીઓએ સમાજને ઉદાહરણ પુરૂ પાડી સાબીત કરી બતાવ્યુ છે.

- text