માળીયા મીયાણા પોલીસે ૧૨૫ લીટર દેશી દારૂ પકડયો : આરોપી ફરાર

- text


મોરબી:માળીયા મિયાણા પોલીસે રહેણાંક મકાન માંથી ૧૨૫ લીટર દેશી દારૂનો જથ્થો પકડી પડ્યો છે. જ્યારે આરોપી નાસી જવામાં સફળ રહેતા તેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

- text

માળીયા મિયાણા પોલીસે પીએસઆઈ જે.ડી.ઝાલા ની સુચના થી માળીયા મી.પૉલીસ મથકના મહીપતસિહ, ભરતભાઈ, જયદેવસિહ,મનસુખભાઈ દાઉદભાઈ સહીત ના સ્ટાફ ને માળીયા મિયાણા ના રહેવાસી યાસીન ઉર્ફે આસલો અબ્દુલભાઈ જેડા ના મકાન મા દેશી દારૂ નો જથ્થો પડ્યો હોવાની ખાનગી બાતમી ના આધારે તેના રહેણાંક મકાન મા દરોડો પાડતા તેના રહેણાંક મીઆન ના ફળીયા માંથી રૂ.૨૫૦૦ની કિંમતનો ૧૨૫ લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ નો જથ્થો કબ્જે કર્યો હતો અને પોલીસે આરોપી ને પકડવા ઘર નજીક વોચ ગોઠવી હતી પરંતુ આરોપી અને મકાન માલીક ને આ બાબત ની જાણ થઈ જતા નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આરોપી યાસીન ઉર્ફે આસલો અબ્દુલભાઈ જેડા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ માળીયા મીયાણા પોલીસ મથકે ગુનો દાખલ કરી આરોપી યાસીન ઉર્ફે આસલા ને પકડવા માળીયા પોલીસ ના પીએસઆઈ જે.ડી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ મહીપતિસિહ ભરતભાઈ જયદેવસિહ સહીત ના પોલીસ સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા છે.

- text