મોરબીમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા: રામ, લક્ષ્મણ, જાનકીના પાત્રો તેમજ વિવિધ કરતબોએ આકર્ષણ જમાવ્યું

મોરબી: મોરબી શહેરમાં આજે રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જેમાં વિવિધ સંગઠનો જોડાયા હતા શોભાયાત્રામાં ભાવિકોની વિશાળ હાજરી રહી હતી શોભાયાત્રામાં ભગવાન રામ લક્ષ્મણ અને જાનકીના પાત્રો તેમજ વિવિધ કરતબો નું વિશેષ આકર્ષણ રહ્યું હતું

- text

આજરોજ રામનવમી નિમિત્તે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું દરબાર ગઢ ખાતે આવેલા રામજી મંદિરેથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા શોભાયાત્રા સોની બજાર ,ગ્રીનચોક ,નગર દરવાજો ,શાકમાર્કેટ ચોક ,ગાંધીચોક, ચકિયા હનુમાન, વસંત પ્લોટ, રામચોક, સનાળા રોડ, અયોધ્યાપુરી મેઇન રોડ ફરી ત્યારબાદ જલારામ મંદિરે પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. સાંજે ૬ કલાકે જલારામ મંદિર ખાતે રામજીની મહાઆરતી યોજાઇ હતી ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ ,બજરંગદળ, શિવસેના , વીરદાદા જશરાજ સેના, હિન્દુ યુવા સંગઠન ,શિવ શક્તિ ગૃપ ,જય માહાકાલ સતવારા ગ્રુપ, નિરાધાર ગૌશાળા ટ્રસ્ટ ,બાલગોપાલ મિત્રમંડળ, દ્વારકાધીશ ગૃહરક્ષક દળ ,વડવાળા ગ્રુપ, અર્જુન સેના અને પાટીદાર ગ્રુપસહિતના સંગઠનો જોડાયા હતા.

 

- text