મોરબીમાં ધો.૧૨ ની પરીક્ષામાં બે ડમી વિદ્યાર્થી ઘુસી ગયા

- text


કોમ્પ્યુટરની પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીની હોલ ટીકીટ સાથે ઘૂસતા સ્થળ સંચાલકે પકડી પડ્યા : પોલીસને જાણ કરી

મોરબી : મોરબીમાં ધોરણ ૧૨ ની પરિક્ષાના અંતિમ તબક્કામાં નિર્મલ વિદ્યાલયમાં કોમ્પ્યુટરની પરીક્ષામાં બે ડમી વિદ્યાર્થીઓ ઘુસી જતા સ્થળ સંચાલકોએ બન્ને ને ઝડપી લઈ સાચા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષા ખંડમાં પરીક્ષા માટે બોલાવી લઈ બન્ને ડમી વિદ્યાર્થીઓ અંગે પોલિસમાં જાણ કરી હતી.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના નિર્મલ વિદ્યાલયમાં ધોરણ ૧૨ ની કોમ્પ્યુટરની પરીક્ષામાં બે વિદ્યાર્થી શંકાસ્પદ જણાતા સ્થળ સંચાલકોએ તપાસ કરતા અન્ય વિદ્યાર્થીની હોલ ટીકીટ પર બે બોગસ શખ્સો ઘુસી ગયા હોવાનું માલુમ પડતા બન્ને ને બહાર કઢાયા હતા અને શાળા બહાર ગભરાયેલી હાલતમાં ઉભેલા સાચા વિદ્યાર્થીઓને બોલાવી લઈ ભવિષ્ય ન બગડે તે માટે પરીક્ષા આપવા દીધી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને ડમી વિદ્યાર્થીઓ મામલે સ્થળ સંચાલકો દ્વારા એ ડિવિઝન પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

- text