જબલપુર પાટિયા પાસે ફોરટ્રેક રોડ ન દેખાતા રીક્ષા ડિવાઈડર સાથે અથડાઈ : ૩ને ઇજા

- text


સાઈન બોર્ડ ન હોવાથી વારંવાર અકસ્માતના બનાવો બને છે: તંત્ર સમક્ષ રજૂઆત કરી છતાં કોઈ પગલાં ન લેવાયા

મોરબી:જબલપુર ના પાટીયા પાસે પદયાત્રીઓની સેવા માટે જઇ રહેલ રિક્ષાને ફોરટ્રેક રોડ ન દેખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ત્રણ ને નાની મોટી ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને ખસેડવામાં આવ્યા હતા.આ સ્થળે તંત્રના પાપે વારંવાર અકસ્માત સર્જાતા રહે છે. જવાબદાર ને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

બનાવની મળતી વિગતો મુજબ ટંકારા લતિપર ચોકડી થી થોડે દૂર જબલપુર ગામ પાસે ફોરટેક શરૂ થતો હોય દિવસ ને દહાડે નાના મોટા અકસ્માતો સર્જાય છે જેમા માર્ગ અને મકાન વિભાગ નુ આગળ ચાર માર્ગીય રસ્તો છે તેવુ બોડ ન હોય અજાણ્યા વાહન ચાલકો ગાફલેત મા આવિ ને વચ્ચે આવેલ પારી સાથે ધડાકાભેર અથડાઈ ને અકસ્માત સ્રજે છે

- text

ત્યારે આજે રાત્રે ૧૦ વાગ્યે જામનગર થી માટેલ માં ખોડીયાર ના દર્શન કરવા જતા પગપાળા સંધ ની સેવા માટે જઇ રહેલ રિક્ષા જબલપુર ના પાટીયા પાસે ફોરટેક શરૂ થતો હોય તે જગ્યાએ ભટકાતા ત્રણ ને નાની મોટી ઈજા થઈ હતી બનાવ અંગે ૧૦૮ એમ્બ્યુલન્સ ને જાણ કરતા પાઈલોટ રાજુ દુબરીયા તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા.ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ બાબત ની ગંભીરતા અંગે જવાબદાર તંત્ર ને રજુઆત કરી હોવા છતાં આળશુ અને માનવ જીંદગી ની ફિકર વગરના અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે આવા અધિકારી વિરુદ્ધ પગલાં લેવા રાહદારીઓ એ માંગ કરી છે.

- text