મોરબી : સવાર – સવાર માં ઠેર – ઠેર ટ્રાફિક જામથી વિદ્યાર્થીઓ, આમ જનતા પરેશાન

- text


મોરબી : મોરબીમાં આજે ટ્રાફિક જામ ડે ની ઉજવણી કરવામાં આવતી હોય તેમ ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાતા પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી તો આમ જનતા પણ પોતાના કામ માટે નિયત સમયે પહોંચી ન શકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ટ્રાફિક સમસ્યા આમ તો રોજની વાત છે પરંતુ આજે વહેલી સવારથી જ રવાપર રોડ, શનાળા રોડ, જીઆઇડીસી, માર્કેટિંગ યાર્ડ, ઉમિયા સર્કલ, નરસંગ ટેકરી સહિતના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાતા લોકો મુશ્કેલમાં મુકાયા હતા.

બીજી તરફ બોર્ડની પરીક્ષા ચાલતી હોય ટ્રાફિક જામને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા અને એ જ રીતે નોકરિયાતો સવારમાં નોકરીએ જતા હોય તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

- text

ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિવારવાની જેમની જવાબદારી છે એવી મોરબીની જિલ્લા ટ્રાફિક પોલીસ અન્ય કામો વ્યસ્ત રહેતી હોય મોરબીમાં દિન – પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ બનતા ટ્રાફિક પોલીસ આ દિશામાં પણ ધ્યાન આપે તેવું મોરબીના નગરજનો ઈચ્છી રહ્યા છે.

- text