ચીફ ઓફિસરની સતત ગેરહાજરીથી પરેશાન લોકોએ માળીયા પાલિકા કચેરીને તાળા મારી દીધા

- text


પ્રજાજનોને કામ ટલ્લે ચડતા લોકો વિફર્યા

માળીયા મિયાણા : મોરબીની માળીયા નગર પાલિકા માં ચીફ ઓફિસર અને અન્ય સ્ટાફ હાજર ન રહેતા હોવાથી અરજદારોને વારંવાર ધર્મના ધક્કા થતા હતા. જેથી રોષે ભરાયેલા લોકો દ્વારા અંતે માળીયા પાલિકાની તાળા બંધી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના પછાત વિસ્તાર એવા માળીયા તાલુકાની ડી ગ્રેડની માળીયા મિયાણા નગરપાલિકા ૧૨ વર્ષથી કાર્યરત છે. આ કચેરીમાં ચીફ ઓફિસર પરાક્રમસિંહ જાડેજા સિવાય એક પણ કાયમી અધિકારી કે કર્મચારી મુકવામાં આવ્યા નથી.જેથી લોકો ની પ્રાથમિક જરૂરિયાત ગણાતા એવા લાઈટ, પાણી, રસ્તા , સફાઈ, ભૂગર્ભ ગટર, તેમજ જરૂરી દસ્તાવેજ જન્મ મરણના દાખલા, આવકના દાખલા જેવા કામો થઈ શકતા નથી.

- text

ગ્રામજનો ના જણાવ્યા મુજબ ચીફ ઓફિસર પણ મન પડે ત્યારે આવે ને મન પડે ત્યારે ચાલ્યા જાય છે. જેથી અરજદારોના એકેય કામ થતા નથી.અંતે અમુક કામો માટે લોકોને મોરબી સુધી લંબાવવું પડે છે. વધુમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ જ્યાં સુધી હાલના ચીફ ઓફિસરની બદલી થઈને નવા ચીફ ઓફિસર નહિ મુકાઈ ત્યાં સુધી માળીયા નગરપાલિકાને તાળા બંધી રહેશે.

- text