હડમતિયામાં સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

- text


નિષ્ણાંત તબીબોએ દર્દીઓની હોમિયોપેથી પદ્ધતિથી સારવાર કરી

મોરબી: ટંકારા તાલુકાના હડમતિયામાં હોમિયોપેથિક નિ:શુલ્ક નિદાન અને સર્વ રોગની સારવાર કેમ્પનું અાયોજન કરવામા આવ્યુ છે. આ કેમ્પમાં ડૉ. દેવેન્દ્ર. જે. ભીમાણી (BHMS) ડૉ.જે.પી. ઠાકર (DHMS) ડૉ. અેન.સી. સોલંકી (DHMS) અે બાળરોગ જેવા કે વારંવાર શરદી, ધુળ ખાવાની આદત, ક્રૃમિ, સ્ત્રીરોગ,ચામડીના રોગ, અેલર્જી, સાંધાના રોગ, જુની શરદી, અનિંદ્રા તેમજ માનસિક રોગોની સારવાર હોમિયોપેથીક પધ્ધતીથી કરી હતી.

- text

દર્દીઅોને અગવડતા ન પડે તે માટે હડમતિયા સેવા સહકારી મંડળી લી. ના આલિશાન બિલ્ડિંગમા આ કેમ્પનું આયોજન રાખવામા આવ્યુ હતુ. આ કેમ્પનું સમગ્ર આયોજન હડમતિયા સેવા સહકારી મં.લી ના મંત્રી
પરસોતમભાઈ સંઘાત, રાજકોટ ડિસ્ટ્રીકટ કૉ અોપરેટીવ બેંક – હડમતિયા શાખાના કેશિયર મહેન્દ્રભાઈ કકાસણીયા, પંડિત દિનદયાલ ગ્રાહક ભંડારના સંચાલક મકનભાઈ ખાખરીયા, દુધ ઉત્પાદક મં.લી ના સંચાલક દિનેશભાઈ સંઘાતે દર્દીઅોને માનવ સેવા પુરી પાડીને માનવતાની મિશાલ જળહળતી રાખી હતી.

- text