વાંકાનેરના સસ્તા અનાજના કૌભાંડમાં ગાંધીનગરથી તપાસનો આદેશ

- text


અગાઉ સ્થાનિક તંત્ર દ્વારા ભીનું સંકેલાઈ ગયા બાદ ગાંધીનગર થી તપાસનો આદેશ આવતા પ્રકરણ ગરમાયું

મોરબી:વાંકાનેરને ફાળવવામાં આવતા સસ્તા અનાજના જથ્થામાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદ અગાઉ ઉઠવા પામી હતી . પરંતુ ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું .ત્યારે હવે ફરી ગાંધીનગરથી આ કૌભાંડના તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ ગત ૨૨ જાન્યુઆરીના રોજ જાગૃત નાગરિક તૌફીક અમરેલિયાએ જિલ્લા કલેકટર , જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ નિયામક પુરવઠા શાખા ગાંધીનગરને વાંકાનેરના સસ્તા અનાજના કૌભાંડ વિશે લેખિત રજૂઆત કરી હતી. આ રજૂઆતમાં તેઓએ જુલાઈ ૨૦૧૬થી ડિસેમ્બર -૨૦૧૮ દરમિયાન સસ્તા અનાજમાં થયેલી ગેરરીતિની આંકડાકીય માહિતી પુરાવા સાથે રજૂ કરી હતી.

- text

રજૂઆતના પગલે જિલ્લા કલેકટર દ્વારા પુરવઠા અધિકારી પાસે થી વાંકાનેર માં જતાં સસ્તા અનાજના જથ્થા નાં રેકોર્ડ મંગાવવામાં આવ્યા હતા.ત્યારબાદ આ પ્રકરણમાં ભીનું સંકેલાઈ ગયું હતું.પરંતુ ગાંધીનગર થી તપાસના આદેશ આવતા પ્રકરણ ગરમાયું છે.ત્યારે જાગૃત નાગરિકો તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી રહ્યા છે.

- text