હળવદના ભલગામડા ખાતે ચૈત્રમાસ દરમિયાન ત્રિદિવસીય સત્તચંડી યજ્ઞ યોજાયો

- text


હળવદ : ચૈત્રમાસમા શક્તિ ઉપાસનાનુ વિશેષ મહત્ત્વ ધરાવે છે.નવ દિવસ સુધી વિવિધ વિધી વિધાન કરવામાં આવે છે તેમજ ચૈત્રી નવરાત્રી ખગોળીય મહત્વ ધરાવે છે. જેમકે મહારાષ્ટ્રના મંદિરોમાં આખા મહિના દરમિયાન પ્રસાદી રૂપે સાકર તેમજ લીમડાના અને કોલનો પ્રસાદ આપવામાં આવે છે. ભારતના મોટાભાગના પંચાઓમા ચૈત્રી સંવત્સરીના પ્રથમ દિવસના શાશ્ત્રાર્થમા લીમડાનો રસ પિવાનો આદેશ આપ્યો છે. ત્યારે આવા પવિત્ર ચૈત્રમાસની નવરાત્રીમા હળવદના ભલગામડા ખાતે ઈશ્વરભાઈ મહેતા અને ગૌરવભાઈ મહેતા દ્વારા સ્વ.વર્ષાબેન મહેતાના સ્મરણાર્થે”સત્તચંડી યજ્ઞ”નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધંધુકા, અમદાવાદ, વડોદરા વગેરે જેવા શહેરમાથી ૩૫થી વધારે ભૂદેવો સત્તચંડી યજ્ઞમા રોકાયેલા છે.તેમજ ચંડીપાઠના શ્લોકથી આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞની પુર્ણાહુતી મા મહાઆરતી તેમજ મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું છે.

- text

 

- text