પ્રજાના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અધિકારીઓને મોરબી કલેકટરની તાકિદ

- text


મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની મળી મળી ગયેલ બેઠકમાં તમામ વિભાગને સૂચના

મોરબી : મોરબી જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આઇ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી સભાખંડમાં યોજાઇ હતી.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પટેલે ઉપસ્થિત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે સંકલન બેઠકમાં પદાધિકારીશ્રીઓ દ્વારા અને લોકો દવારા રજુ થતા પ્રશ્નોનો સમય મર્યાદામાં ઉકેલ આવે તે જરૂરી છે.તેમણે ગ્રામ્ય મુલાકાત દરમિયાન પ્રશ્નો નો સમયસર નિકાલ ન થતા હોય તેવી રજુઆતો ધ્યાન ઉપર આવેલ છે. જે બાબત યોગ્ય નથી તેમ તેમણે જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે ટ્રાફીક નિયમનમાં અડચણ ન આવે તે માટે નવલખી ફાટક પાસે ડીવાઇડર લંબાવવા તેમજ કેન્દ્ર અને રાજય સરકારની લોક વિકાસની યોજનાઓના અપાયેલ લાભોની વિગતો આપવા જણાવ્યું હતું તેમજ વર્ષ ૨૦૧૭-૧૮ ના કામો ૩૧-૦૩-૧૮ પહેલા પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

- text

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ પીન્કુબેન ચૌહાણ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, હળવદ પ્રાંત અજય દહિયા, મોરબી પ્રાંત શીવરાજસિંહ ખાચર, વાંકાનેર પ્રાંત જીજ્ઞાસાબેન ગઢવી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દમયંતિબેન બારોટ, નાયબ કલેકટર ચેતન ગણાત્રા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, જિલ્લા ઉધોગ કેન્દ્રના જનરલ મેનેજર ઝાલા, જિલ્લા તિજોરી અધિકારી ડો. કિર્તીબા વાધેલા, જિલ્લા ખેતિવાડી અધિકારી જી.એ ગજેરા, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સુત્રેજા મોરબી નગરપાલીકાના ચીફ ઓફીસર ગીરીશ સરૈયા તેમજ જિલ્લા કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

- text