મોરબી પાણી પુરવઠા બોર્ડની કચેરી પાસે જ ઉભરાતી ગટરો

- text


પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પોતાનું આંગણું જ સ્વચ્છ નથી રાખી શકતી : લોકો ત્રાહિમામ

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા સંભાળવાની જેની જવાબદારી છે તેવી પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થાબોર્ડ કચેરી ના ઘર આંગણે જ ગંદકીના થર જામતા આશ્ચર્ય સર્જાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં આવેલ પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડ કચેરી નજીક છેલ્લા ઘણા સમયથી ગભરાવાની સમસ્યા સર્જાય છે વારંવાર ગટર ઉભરાતી હોવા છતાં આ કચેરી દ્વારા કોઈ પગલા લેવાતા નથી કે નગરપાલિકાને જાણ પણ કરાતી નથી વધુમાં પાણી પુરવઠા બોર્ડ કચેરી નજીક ગંદકીના જમાવડાને શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે.

- text

આ સંજોગોમાં તાકીદે પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ ગંદકીની સમસ્યા દૂર કરે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

 

- text