મોરબીના નગરજનોને તિલક હોળી રમવા ધારાસભ્ય મેરજાની અપીલ

- text


પાણીની તંગી ધ્યાને લઇ ધૂળેટીમાં પાણીનો બગાડ ન કરવા સૂચન

મોરબી : ઓણ સાલ સારો વરસાદ થવા છતાં પાણીની તંગી સર્જાવાની ભીતિ ધ્યાને લઇ મોરબી – માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ નગરજનોને તિલક હોળી રમવા અપીલ કરી છે.

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ હોળી-ધુળેટીના પર્વ પ્રસંગે નગરજનોને શુભેચ્છાઓ પાઠવી છે. સાથોસાથ એવી હૃદયસ્પર્શી અપીલ પણ કરી છે કે જળ એ જીવન છે પરંતુ ચારેકોર પાણીની તંગી વરતાઇ રહી છે, ત્યારે હોળી-ધુળેટીના તહેવારોમાં “તિલક” હોળી-ધુળેટી ઉજવીને પાણીનો બચાવ કરવો જરૂરી બને છે.

- text

સામાન્ય રીતે ધુળેટીમાં લોકો એક-મેકને રંગોથી રંગી દે છે. આવા રંગોમાં ક્યાંક નકલી રંગ કે જે ચામડીને નુકશાન કરે તેવા હોય છે અને પરિણામે માનવીનું સ્વાસ્થ્ય જોખમાતું હોય છે તથા ઘરની શેરી-મહોલ્લાની દીવાલો, સડકોને પણ આવા રંગોથી નુકશાન થતુ હોય છે આવી સ્થિતિમાં “તિલક“ હોળી-ધુળેટી થકી જ ભારતીય સંસ્કૃતિના આ ન્યારા ઉત્સવને પ્યારા બનાવવો જરૂરી બને છે.

વધુમાં આમ કરવાથી સ્વાસ્થ્ય જોખમાતું અટકે, શ્રમ,શક્તિ અને ધનનો વ્યય પણ અટકશે તથા મહામૂલ્ય એવું પાણી પણ બગડતું બચશે જેથી શહેર જિલ્લાના સૌ લોકો એ પાણીની તંગીને ધ્યાને લઇ ધુળેટીમાં “તિલક” કરી, ધુળેટી મનાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ અંતમાં અપીલ કરી હતી.

- text