મોરબીમાં નબળા સી.સી.રોડ બનાવવા મામલે તાકીદે રિપોર્ટ મંગાવતા ચીફ ઓફિસર

- text


જેતે કન્સલ્ટિંગ એજન્સી અને સીટી ઇજનેરને તાકીદે રસ્તાની પરિસ્થિતિ અંગે ફોટોગ્રાફ સાથે રિપોર્ટ આપવા તાકીદ

મોરબી : મોરબી નગર પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસરે હલકી ગુણવત્તાના સીસી રોડની વ્યાપક ફરિયાદનો મુદ્દો હાથ પર લઈ ચીફ ઓફિસર સરૈયાએ ૨૦ કોન્ટ્રાક્ટરોને ધડાધડ નોટિસ ફટકારી ઇજનેરોને પણ આવા રોડ રસ્તાના ફોટા સાથેના રિપોર્ટ તાકીદ આપવા હુકમ કરતા નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ગેરંટી પિરિયડ વાળા સીસી રોડ તૂટી ગયાની વ્યાપક ફરિયાદને પગલે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ કોન્ટ્રકટરોને ગેરંટી પિરિયડ યાદ કરાવી આવા નબળા કામ જ્યાં જ્યાં થયા હોય તેવા રસ્તા તાકીદે રીપેર કરવા કડક સૂચના આપી ૨૦ જેટલા કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે.

- text

મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સીસી રોડના કામ કરનાર પેઢીઓ દ્વારા બનાવવામાં આવેલા રસ્તાઓના ફોટોગ્રાફ સહિતના રિપોર્ટ આપવા તાકીદ કરવામાં આવી છે.

વધુમાં કોન્ટ્રાક્ટરોની સાથે સાથે ચીફ ઓફિસર દ્વારા જે તે કન્સલ્ટિંગ એજન્સી અને સિવિલ એન્જીનીયર મોરબી પાલિકાને પણ સીસી રોડના નબળા કામ અંગેનો રિપોર્ટ તૈયાર કરી જે જે રસ્તાઓ ગેરંટી પિરિયડમાં છે ત્યાં રસ્તાને નુકશાન થયુ હોય તો આવા કિસ્સામાં તાકીદે રસ્તા રીપેર કરવા પણ હુકમ કર્યો હતો.

- text