મોરબીમાં બે ગઠિયા નકલી 1.5લાખ રૂપિયાના આપી યુવાનના 25,500 સેરવી ગયા

- text


10 હજારની લાલચમાં યુવાને 25 હજાર ગુમાવ્યાં

મોરબીની પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા ભરવા ગયેલ મૂળ યુપીના એક યુવાનને બે ગઠિયા ભટકાઈ ગયા હતાં અને પોતાને બેંકમાં રુપિયા ભરતા ન આવડતું હોય મદદ કરવાના બહાને રૂમાલમાં 1.5 લાખના નામે 2000ની નોટ વચ્ચે કાગળ રાખી રૂમાલમાં બાંધી યુવાનને બેંકમાં જમા કરાવવાનું કહી તેના 25 હજાર અને આ રૂપિયા માંથી 10 હજાર મેળવી કુલ 35 હજાર લઈ બાકીના તેમના ખાતામાં જમા કરવાનું કહી 25,500 લઈ ગાયબ થઇ ગયા હતા. યુવાને રૂમાલ ખોલીને જોતા તેની સાથે છેતરપીંડી થયાનું બહાર આવ્યુ હતુ.જે અંગે તેણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ અંગે પોલીસ મથકે થી મળતી વિગત મુજબ ટંકારના મિતાણા નજીક આવેલ સેનોમેક્સમાં કામ કરતા મૂળ યુપીના નકુલ રંગલાલ યાદવ નામનો યુવાન તેની બચતના રૂપિયા મોરબીની પંજાબ નેશનલ બેંકમાં જમા કરાવવા ગયો હતો તે દરમિયાન રાજુ સાહની અને સુનિલ શાહ નામના બે ગાંઠિયા આવી ચઢયા હતા અને નકુલને જણાવ્યું કે પોતે અભણ હોય તેમની પાસે 1.5 લાખ રૂપિયા ચોરીના હોય અને બેંકમાં રૂપિયા જમા કરાવવા મદદ કરે જેના બદલામાં રૂ.10,000 તેમજ પોતાની પાસેના રકમ 25,500 આપી દઈ કુલ 35,500 લઈ બાકીના તેના ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું.અને રૂમાલમાં ગાંઠ વાડી1.5 લાખ રૂપિયા આપ્યા હતા જોકે બેન્ક અંદર જઈ યુવાને રૂમાલ ખોલતા તેમાં 2000 હજારની નોટ વચ્ચે કાગળની થપ્પી મૂકી છેતરપીંડી કરી હોવાનું બહાર આવતા આરોપીની શોધખોળ કરી હતી.જોકે બન્ને ન મળતા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પીએસઆઇ એમ.વી પટેલે તપાસ હાથ ધરી હતી.

- text

- text