હું આત્મહત્યા કરું છું મારા સંતાનોને સાચવજો ! મોરબીમાં મહિલાની જિંદગી બચાવી લેતી ટીમ ૧૮૧

- text


પ્રેમલગ્ન કરનાર દંપતિમાં સંતાનોને લઈ ઝઘડા થતા મામલો ૧૮૧ માં પહોંચ્યો : સુખદ સમાધાન

મોરબી : હું મરવા જાવ છું મારા સંતાનોને સાચવજો તે મતલબ નો કોલ મોરબી ૧૮૧ ટીમને કરી અંતિમ પગલું ભરવા જઇ રહેલ મહિલાની જિંદગી બચાવી લેવામાં આવી હતી

પ્રેમલગ્ન કરી સુખેથી જિંદગી જીવી રહેલા મોરબીના દંપતીને સંતાનો બબાતે બોલાચાલી થતા મહિલાને લાગી આવતા આત્મહત્યા કરવા સુધીનું પગલું ભરવા વિચાર્યું હતું અને ૧૮૧ ની ટીમને જાણ કરી હતી જો કે ૧૮૧ ટીમે ધટના સ્થળે પહોચીને પતિ-પત્નીને સમજાવીને બહેનને અંતિમ પગલું ભરતા બચાવી લઈ સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

મોરબીમાં એક મહિલાએ ૧૮૧ ની ટીમને કોલ કરી જણાવ્યું હતું કે તે પોતે આત્મહત્યા કરે છે અને તેના સંતાનોને તેમના પતિથી સાચવે આ બાબતે ૧૮૧ ટીમના જાગૃતિબહેન મકવાણાએ તે મહિલા સાથે સતત કોન્ટેકમાં રહીને ધટના સ્થળે પહોચીને તેમના પતિ સાથે કોન્ટેક્ટ કરી કાઉન્સિલિંગ કરતા મહિલાએ પ્રેમલગ્ન કર્યા હોવાનું બહાર આવ્યું હતું અને પતિએ પત્નીને કહેલું કે મારા છોકરા તને નહિ આપું.

- text

બસ આ સામાન્ય લાગતી બાબતે મહિલાને લાગી આવતા તેણીએ અંતિમ પગલું ભરવા મન બનાવી લીધું હતું જો કે સદનસીબે ૧૮૧ ટીમના જાગૃતિબહેન મકવાણા અને પાયલોટ દિલીપભાઈ દુબરિયાએ પતિ-પત્નીને સમજવીને મહિલાને અંતિમ પગલું ભરતા રોકી લીધા હતા અને સુખી લગ્નજીવનમાં ભંગાણ થતું અટકાવી બન્નેનું રાજીખુશીથી પુનઃ મિલન કરાવ્યું હતું.

- text