મોરબીમાં વ્યાકરણનો બગીચો !! માતૃભાષા દિવસની અનેરી ઉજવણી

- text


સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક વિદ્યાલયમાં શાળા પરિવાર અને બાળકો દ્વારા ગામઠી માહોલ ઉભો કરી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું

મોરબી : મોરબીમાં વિશ્વ માતૃભાષા દિવસની અનેરી ઉજવણી કરવા સરસ્વતી પ્રાથમિક વિધાયલમાં આબેહૂબ ગામઠી માહોલ ઉભો કરી સાહિત્યના જુદા – જુદા રસ પીરસવાની સાથે સાથે કઠિન લાગતા વ્યાકરણને આસાનીથી સમજવવા માટે વ્યાકરણ બાગ ઉભો કરાયો હતો.

આજે પારકી ગણાતી અંગ્રેજી ભાષામાં શિક્ષણ પાછળ લોકો આંધળી દોટ મૂકી રહ્યા હોય આ ઘેલછાને કારણે કુમળી વયના બાળકોને બાળપણ ગુમાવવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે ત્યારે માતૃભાષામાં શિક્ષણનું મહત્વ સમજાવવા મોરબીની સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય દ્વારા બુધવારે માતૃભાષા દિવસની ઉજવણી કરવાની સાથે સાથે લોકોને માતૃભાષામાં શિક્ષણનું મહત્વ સમજાવવા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- text

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી, આ પ્રસંગે મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધાર્મિષ્ઠાબેન, મોરબી સેલ્ફ ફાયનાન્સ શાળા મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા, જે.એ.પટેલ મહિલા કોલેજના ડો.ભાવેશભાઈ જેતપરિયા, પુસ્તક પરબ ચલાવતા ઘનશ્યામભાઈ ડાંગર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

મતતુભાષા દિવસની અનોખી, અનેરી ઉજવણી અંતર્ગત હાસ્ય રસ, શૃંગાર રસ, શાંત રસ, જેવા વિવિધ રસની કૃતિઓ,વ્યાકરણની સુંદર ઝાંખી કરાવતો વ્યાકરણ બાગ, ભાષાની વિવિધ રમતો તેમજ અસલ ગામઠી માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ગુજરાતી ભાષાના સાહિત્યકારોનો પરિચય, પ્રભાતિયાં, કાઠિયાવાડી રાસ,માતૃભાષા ગીત પર અભિનય, વિરતાને બિરદાવતું સંવાદત્મક લોકગીત, ભાષાના ચાર કૌશલ્યની કૃતિઓ અને ગુરૂકુળ પરંપરાની કૃતિઓ બાળકો દ્વારા આબેહૂબ રજૂ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક શીતલબેન કુકરવાડિયા, વિજયભાઈ ભલગામાં, દક્ષાબેન અમૃતિયા, જાગૃતિબેન દસાડીયા, જાગૃતિબેન શુકલ તથા શાળા પરિવારના આચાર્યો અને શિક્ષકગણે ભારે જાહે.ત ઉઠાવી હતી અને આ કાર્યક્રમને ભાષાપ્રેમીઓએ મનભરીને માણ્યો હતો.

- text