ઢુંવા નજીક બાયો ડીઝલ વેચવાનું કૌભાંડ ઝડપાયું

- text


એલસીબી ટીમે બિલ વગરનો ૨૦૦૦ લીટર ડિઝલનો જથ્થો કબ્જે કર્યો

મોરબી : વાંકાનેરના ઢુંવા નજીક એલસીબી ટીમે છાપો મારી ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચવાનું કૌભાંડ ઝડપી લઈ રાજકોટના શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસ અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે ઢુંવા ખાતે આવેલ ભવાની વે બ્રિજ પાસે આવેલ ડેલાની અંદર આવેલી દુકાનમાં દરોડો પાડતા દુકાનમાંથી ૨૦૦૦ લીટર શંકાસ્પદ અને છળકપટ થી મેળવ્યો હોય તેવો આધાર પુરાવા વગરનો બાયો ડિઝલનો જથ્થો કિંમત રૂપિયા ૧, ૦૦,૦૦૦ નો મળી આવ્યો હતો.

- text

શંકાસ્પદ અને આધાર પુરાવા વગરના બાયોડિઝલના જંગી જથ્થાને વેચાણ કરવા બદલ એલસીબી ટીમે અજાભાઈ નાગજીભાઈ ડાભી, ભરવાડ, રહે.મૂળ વઘાસિયા, તાલુકો વાંકાનેર, હાલ રાજકોટ વાળાને ઝડપીને લઇ બાયોડિઝલ લીટર ૨૦૦૦ કિ.૧,૦૦,૦૦૦ અને ડીઝલ ભરવાની ટેન્ક કિંમત રૂપિયા ૨૫૦૦૦ સાથે કુલ મળી ૧,૨૫૦૦૦ ની કિંમતનો મુદામાલ કબ્જે કરી સીઆરપીસી એક્ટ મુજબ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૧ જાન્યુઆરીના રોજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા દરોડો પાડી બાયોડિઝલ વેચાણ બંધ કરાવ્યું હોવા છતાં આરોપીએ બાયોડિઝલનું ગેરકાયદેસર રીતે વેચાણ ચાલુ રાખતા એલસીબી ટીમે આ દરોડાની કાર્યવાહી કરી હતી.

- text