વાંકાનેરના વિરપરમાં મહિલાની બાજુમાંથી હોન્ડા ચલાવવા મુદ્દે મારામારી

- text


મોરબી : વાંકાનેર તાલુકાના વિરપર ગામે મહિલાની બાજુમાંથી હોન્ડા મોટર સાયકલ પસાર કરવા મુદ્દે મારામારી સર્જાતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ વાંકાનેરના વિરપરમાં રહેતા ભુપતભાઇ વાઘજીભાઈ દામોદરાના પરિવારની મહિલાઓ ચાલીને જતી હતી ત્યારે ભરત ભુપત અઘારા, ભુપત લક્ષમણ અઘારા અને પ્રવીણ ભુપત અઘારાએ આ મહિલાની બાજુમાંથી હોન્ડા ચલાવતા આ મામલે સમજાવવા જતા ત્રણેય આરોપીઓએ ફરિયાદી ભૂપતભાઈને મારમારી ફ્રેક્ચર કરતા તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાયો છે.

- text