નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામીનેશનમાં ઝળકતી નિર્મળ વિદ્યાલયની વિદ્યાર્થીની

- text


મોરબી : તાજેતરમાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામીનેશનમાં મોરબી નિર્મળ વિદ્યાલયની વિદ્યાર્થીનીએ શ્રેષ્ઠ ગુણાંક મેળવી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૭ માં લેવાયેલ નેશનલ ટેલેન્ટ સર્ચ એક્ઝામીનેશનમાં મોરબી નિર્મળ વિદ્યાલયની વિદ્યાર્થીની શિવાંગી વિજયભાઈ નાયકપરાએ શ્રેષ્ઠ ગુણાંક મેળવી મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરતા રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અભિનંદન પાઠવી આ સિદ્ધિ બદલ પ્રમાણપત્ર પાઠવ્યું હતું.

- text

શિવાંગીની આ સિદ્ધિ બદલ મોરબી શહેર જિલ્લાનું ગૌરવ વધતા નિર્મળ વિદ્યાલય શાળા પરિવાર દ્વારા પણ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

- text